વાંકાનેરના વિરપર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; 1.31 લાખનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ લી. ૨૭૫ કિ.રૂ.૫૫,૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૨૬૦૦ કિ.રૂ. ૬૫,૦૦૦/- તથા ભઠ્ઠી ચલાવવાના સાધનો મળી કુલ કિ.રૂ.૧,૩૧,૮૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે વિરપર ગામે રહેતા મનિષભાઇ ઉર્ફે મનોજભાઇ રામજીભાઇ મકવાણા વાળા પોતાના ગામ વિરપર ગામમાં આવેલ સોરસગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના શેઢે દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂ લી. ૨૭૫ કિ.રૂ.૫૫,૦૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૨૬૦૦ કિ.રૂ. ૬૫,૦૦૦/- તથા ભઠ્ઠી ચલાવવાના સાધનો મળી કુલ કિ.રૂ.૧,૩૧,૮૦૦/-નો પ્રોહીબીશનને લગતો મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.