વાંકાનેરના આરોગ્યનગરમા કબ્રસ્તાન નજીક તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા
મોરબી: વાંકાનેરના આરોગ્યનગરમા કબ્રસ્તાન નજીક તીનપત્તીનો જુગાર રમતા ૫ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરનામા આરોગ્યનગર શેરી નં-૩ ના ખુણે કબ્રસ્તાન નજીક વાંકાનેર સીટી પોલીસે રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા આરોપી અમરશીભાઇ સગ્રામભાઇ ઉધરેજા, બાબુભાઇ પોપટભાઇ વાકીયા, સતીષભાઇ બટુકભાઇ જોગડીયા, અજયભાઇ મહેશભાઇ રાઠોડ, વીજયભાઇ વ્રજલાલ કારીયા (રહે બધા વાંકાનેર) ને રોકડ રૂપીયા ૧૭૨૫૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.