ઇચ્છુક ઉમેદવારોએ ૨૯ જુલાઈના આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઉપસ્થિત રહેવું
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.
મોરબી નામાંકિત નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” માનનીય મહેમાનો, માતા–પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો.
આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેમાં માત્ર બાળકો નહીં પરંતુ માતા–પિતાઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો. પેરેન્ટ્સની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં લાગણી, ઉત્સાહ અને...
મોરબીના શકત સનાળામાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને દિયર મળી કુલ કિંમત રૂપિયા 1,55,760 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને બાતમી મળેલ...