Thursday, June 13, 2024

વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે ગરાસીયા બોડીંગ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાના જન્મદિવસ નિમિતે આજે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય (ગરાસીયા બોડીંગ) ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાંકાનેરના યુવાનો અને ભાજપ કાર્યકર્તાએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 100 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું…

વાંકાનેર શહેરની ગરાસીયા બોડીંગ ખાતે આજે સોમનાથ ક્રેડિટ કો. ઓપ.સો.લી.- વાંકાનેર તેમજ સોમનાથ કન્ટ્રકશન ગ્રુપ-વાંકાનેર દ્વારા લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ જગદિશસિંહ ઝાલાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, રસિકભાઈ વોરા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પના અંતે 100 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું…

આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે તમામ આયોજકો અને વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાએ સર્વેનો આભાર માન્યો હતો…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર