વાંકાનેર તાલુકા પંથકમાંથી એક સગીરાનું લગ્નની લાલચે એક શખ્સ અપરહણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંથકમાં રહેતા અને સિરામિક કારખાનામાં મજુરી કામ કરતા એક પરિવારની સગીરાને આરોપી પ્રેમી માનજી ભાંભર લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે. જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ વાંકાનેર સી.પી.આઈ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે…