વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક કન્ટેનરમાથી ઈંગ્લીશ દારૂની 20316 બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં સંતાડેલ વિદેશીદારૂ/બીયરના જંગી જથ્થા સાથે બે ઈસમોને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા.
મોરબી જિલ્લામાં દારૂ બદીને સદંતર નાબૂદ કરવા મોરબી એલસીબી પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમિયાન એલસીબી પીઆઈ. ડી.એમ.ઢોલ ને બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બંધ બોડીનુ કન્ટેનર પસાર થવાનું છે જેમાં જંગી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલ છે જેથી વોચ ગોઠવીને એલસીબી ટીમે વાંકાનેર બાઉ ન્ડ્રી નજીક થી પસાર થતા ટ્રક નંબર RJ-14-GF-2902 ને રોકીને તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂની નાની મોટી મળી કુલ ૨૦૩૧૬ બોટલ તેમજ ૫૪૦૦ બિયરના ટીન એટલે કુલ ૯૨૫ પેટી વિદેશી દારૂ ને ૨૨૫ બિયરની પેટી મળી આવી હતી તેમજ બે આરોપી ભેરા રામ ભાખરારામ બિસ્નોઇ (ઉ. વ.૪૦ ધંધો ડ્રાઇવિંગ રહે. બલાના તા.સાંચોર રાજસ્થાન) અને ગોપાલ રત્ના રામ બિસનોઇ (ઉ. વ.૩૦ રહે. ડાંગ્રા તા.સાંચોર રાજસ્થાન )વાળાને ૩૬.૪૩ લાખનો વિદેશી દારૂ,૫.૪૦ લાખનો બિયર અને ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૫૧.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ઝડપાયેલ આરોપીઓની પુછપરછ કરતા સુરેશ સૂજાના રામ બીસનોઇ (રહે.જાખલ /હરિયાળી,તા.સાંચોર રાજસ્થાન) વાળનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.