Monday, June 9, 2025

વાંકાનેર: ખોટા દસ્તાવેજો બનાવી 71 લાખથી વધુની ઠગાઈ કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ખોટા દસ્તાવેજો બનાવી ICEGATE માં ઉપયોગ કરી યુવકની કંપની સાથે 71 લાખથી વધુની ઠગાઈ કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

વાંકાનેર: વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર યુવક બોન્ઝા વિટ્રીફાઈડ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરી ધરાવતા હોય તેથી એટ શખ્સે યુવકની કંપનીના કિંમતી દસ્તાવેજોનો યુવકની જાણ બહાર ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી ICEGATE માં રજીસ્ટ્રેશન કરી યુવકની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ કુપન નંગ -૨૯ કિં. રૂ. ૭૧,૪૫,૬૧૬ મેળવી ઠગાઈ કરી હોવાની વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી કેનાલ રોડ અવની ચોકડી ગણેશ પેલેસમાં રહેતા દેવેન્દ્રભાઈ છગનભાઇ પનારા (ઉ.વ.૩૯) એ આરોપી [email protected] વાળુ ખોટી ઈમેલ આઇડી બનાવનાર, વાપરનાર વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૭-૨૦૨૩ પહેલા ગમે ત્યારે ફરીયાદી બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરી ધરાવતા હોય અને તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરતા હોય જેથી એકસપોર્ટના ધંધાની વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન મળતા હોય જે સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – ૨૯ જેની કિં.રૂ. ૭૧,૪૫,૬૧૬/- ની રકમ ફરીયાદીની ફેકટરીના નામે જમા થયેલ હોય જે કોઇ અજાણ્યા માણસે ફરીયાદી કે ફરીયાદીની કંપનીની જાણ બહાર ફરીયાદીની કંપનીના કિંમતી દસ્તાવેજો ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના નામનુ [email protected] વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – ૨૯ કિં.રૂ. ૭૧,૪૫,૬૧૬/- પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ ફરીયાદીની કંપની સાથે રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની ઠગાઇ કરી હોવાની ભોગ બનનાર દેવેન્દ્રભાઈએ આરોપી વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ તથા આઇ.ટી.એક્ટ સન ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬સી , ૬૬ડી, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર