વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન પાસે એક યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન નજીક ભાડાંના મકાનમાં રહેતા નરેશભાઈ વિભાભાઇ ઉઘરેજીયા ઉ.32 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
