વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે વાંકાનેરના કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જાહેરમા જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે રેઇડ કરતા હકીકત વાળી જગ્યા પર થી અમુક ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧)રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી
(૨) મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર
(૩) મેહુલભાઈ વિનયચંદ મારૂ
(૪) અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા
(૫) ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી ઉવ.
(૬)દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા
(૭) રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયા
(૮) સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા
મળી આવ્યા હોઈ ત્યારે પોલીસ દ્વારા ૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે એક આરોપી નાશી ગયેલ હોઈ તેને પકડવાનો બાકી છે.ઉપરાંત પકડાયેલ જુગારીઓ પાસેથી રોકડ રકમ ૧૦,૫૫૦/- કબ્જે કરવામાં આવ્યા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...