વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીની ઉપવાસ આંદોલન દરમિયાન અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
વાંકાનેરમાં ગણેશ ઉત્સવ ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા આઠ દિવસના ઉપવાસ આંદોલનમાં જીતુભાઈ સોમાણી સાથે તેમનો સોમાણી પરિવાર પણ તેમની સાથે છેલ્લા આઠ દિવસથી જોડાયેલ છે ત્યારે આજના ઉપવાસ આંદોલનના આઠમા દિવસે સાંજના સમયે ઉપવાસ છાવણી ખાતે બેઠેલ જીતુભાઈ સોમાણીના ધર્મ પત્ની અને વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીની અચાનક તબિયત લથડતા તાત્કાલિક વાંકાનેરની ખાગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં ડો. દ્વારા પ્રાથમિક તપાસ મુજબ તેઓનો હાલ આરમની જરૂર હોવાનું જણાવ્યું હતું બાકી અન્ય રિપોર્ટની રાહ જોવાય રહી છે