વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર ઈજાગ્રસ્ત
મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર મકનસર ગામ સામે કૃષ્ના વિજય કારખાનાની સામે કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની બાઈક ચાલકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમા રેહતા ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ હાલાણીએ આરોપી એક સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર.GJ-27-BS-2284 વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૮-૨૦૨૨ ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી સ્વીફ્ટ કાર રજી નં. GJ-27-BS-2284 ની વાંકાનેર થી મોરબી તરફના નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ કટ પાસે મકનસર ગામ ખાતે આવેલ કૃષ્ના વિજય કારખાના સામે પોતાના હવાલા વાળી કાર પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના ભાઇની પ્લેટીના મોટરસાયકલ રજી નં. GJ-03-CN-3825 ની સાથે ભટકાડી એક્સીડન્ટ કરી ફરીયાદીના ભાઇને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી પોતાની કાર મુકી નાસી ગયો હવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.