Friday, April 26, 2024

વાંકાનેર : કારખાનાંની મશીનરીમાં સાડીનો છેડો ફસાતા ગળાફાંસો આવી જતા પરિણીતાનું મોત….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલા સિરામિકના કારખાનામાં દિયરને ચા આપવા માટે ગયેલ ભાભીની સાડી મશીનમાં આવીતા મહિલાને સાડીથી મશીનમાં ગળાટૂંપો આવી ગયો હતો જેથી મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ સનવે સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં બાલુભાઈ નાયકનો ભાઈ ગત રાતે કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે બાલુભાઈના પત્ની સોનિયાબેન બાલુભાઈ નાયક (ઉંમર વર્ષ 3૮)ત્યાં તેના દિયરને ચા આપવા માટે ગયા હતા ત્યારે સોનિયાબેનના દિયર ચા પિતા હતા તે સમયે સોનિયાબેન મશીન પાસે ઊભા હતા અને અચાનક મશીનમાં તેની સાડી આવી જતાં મહિલાને ગળે ટૂંપો આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું….

આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા આ બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર