Saturday, July 27, 2024

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ સમેટાઈ, સમસ્યાનું સુખદ સમાધાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અનુસંધાને છેલ્લા દસ દિવસથી હડતાલ પર હોય અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાંચ કર્મચારીઓ ભુખ હડતાલ પર ઉતરી ગયા હતા, જે સમસ્યાનું આજે સુખદ સમાધાન થતાં ચીફ ઓફિસર દ્વારા સફાઇ કર્મચારીઓને પારણાં કરાવતાં હડતાળ સમેટાઈ છે.

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા દસ દિવસથી વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરી જતાં શહેરની સફાઈ વ્યવસ્થા ખોરંભે ચડી ગઇ હતી, જેમાં આજે અલગ-અલગ ક્ષેત્રના આગેવાનો દ્વારા બાબતે મધ્યસ્થી કરતાં સફાઈ કર્મચારીઓની માંગણી મુજબ લઘુતમ વેતન ચુકવણી, સફાઇ કર્મચારીઓને ફુલ ટાઈમ કરવા, સફાઇ કર્મચારીઓ પાસે આઠ કલાક કામ લેવા, હંગામી સફાઇ કર્મચારીઓની ભરતી કરવી તથા લઘુતમ મહેકમ મંજૂર કરવા સરકારમાં દરખાસ્ત કરવાની માંગણી સ્વિકારવામાં આવતા આજે સાંજના સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા ભુખ હડતાલ પર ઉતરેલ સફાઇ કર્મચારીઓને પારણાં કરાવતાં સમસ્યાનું સુખદ સમાધાન થયું છે, જેથી આવતીકાલથી પુનઃ રાબેતા મુજબ વાંકાનેર શહેરમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર