વાંકાનેર પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ
મોરબી: વાંકાનેર પોલીસ મથકમાં ગળેફાંસો ખાઈને અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે.
જેમાં વાંકાનેરમાં નવાપરા ખડીપરા શેરી નં -૪ માં રહેતા ૩૬ વર્ષીય ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા ગઇકાલના રોજ કોઈપણ સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના આરોગ્યનગરમા રહેતા ૨૬ વર્ષીય યુવાન સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા ગઈકાલના રોજ કોઇપણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમા રેહતા ૨૦ વર્ષીય ઓમસિંહ ઈશ્વરસિંહ રાજપુત ગઈ કાલના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.
આ ત્રણે બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.