વાંકાનેર :- રાતિદેવળી ગામે નવ જેટલા પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ દ્વારા રાતિદેવળી ગામે જુગાર રમતા નવ જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તમામ પત્તાપ્રેમીઓને પકડી જુગારધારા અંતર્ગત ગુન્હો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે અમુક પત્તાપ્રેમીઓ રાતિદેવળી ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી ત્યારે વાડીની ઓરડીમાં નવ જેટલા ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) ઇસ્માઇલભાઇ માણસિયા
(૨) નજરૂદીનભાઈ માથકિયા
(૩) નશરૂલ્લાભાઈ કડીવાર
(૪) જાહિદભાઈ માથકિયા
(૫) અયુબભાઈ કડીવાર
(૬) યુસુફભાઈ બાદી
(૭) ગુલાબભાઈ કડીવાર
(૮) તોસિફભાઈ માથકિયા
(૯) હનીફભાઇ માણસિયા

રહે તમામ રાતીદેવડી વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ રૂપિયા ૨૪,૭૦૦/- તેમજ મોબાઈલ નંગ -૯ કી.રૂ.૩૬૦૦૦/- મળી કુલ કી.રૂ.૬૦,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img