યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પાંચમી ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

૧૫ થી ૨૯ વર્ષના યુવાઓ માટે વિવિધ સ્પર્ધાઓ સાથે યુવા ઉત્સવ યોજાશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ જેવા કે,(૧) ૧૫ થી ૨૦ વર્ષ -“અ” વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ “બ”-વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ સાથે તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, એમ વિવિધ સ્તરે યુવા ઉત્સવ યોજાશે.

આ યુવા ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ (૩૬૩૬૪૨) ખાતે જમાં કરવાના રહેશે. તા.૦૫/૦૮/૨૦૨૨ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img