વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હોવાથી પરિવારજનો દ્વારા બાબતે પોલીસને અરજી કરવામાં આવી હોય જેમાં આજે સવારે આ યુવાનનો તેના ઘર નજીક આવેલ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા(ઉ.વ. ૧૯) નામનો યુવાન છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે કોઈ કહ્યા વગર નિકળી ગયો હોય જેથી બાબતે તેના મોટા ભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવી હતી, જે યુવાનનો આજે તેના ઘર પાછળ આવેલ 70 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવા...
મોરબીમાંથી શરૂ થયેલી ઉમા આદર્શ લગ્ન યોજના આજે પાટીદાર સમાજ માટે ગૌરવનું પ્રતીક બની રહી છે. *માત્ર 13 માસના ટૂંકા સમયમાં આ યોજનામાં કુલ 530 લગ્નોનું બુકિંગ થયું છે અને તેમાંમાંથી 366 લગ્નો સફળતાપૂર્વક પૂર્ણ થવું એ તેની વિશ્વસનીયતા અને સ્વીકાર્યતાનું જીવંત પ્રમાણ છે. આ આંકડા માત્ર સંખ્યાઓ નથી,...
મોરબી તાલુકાના જોધપર નદી ગામે પોતાના રહેણાંક મકાને બીમારીથી કંટાળી આધેડ એસિડ પિ લેતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી (ઉ.વ.૫૧) ને પગના તળિયાની બીમારી હોય જેથી કંટાળી પોતાના ઘરે કોઈ પણ વખતે એસિડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ...