વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હોવાથી પરિવારજનો દ્વારા બાબતે પોલીસને અરજી કરવામાં આવી હોય જેમાં આજે સવારે આ યુવાનનો તેના ઘર નજીક આવેલ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા(ઉ.વ. ૧૯) નામનો યુવાન છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે કોઈ કહ્યા વગર નિકળી ગયો હોય જેથી બાબતે તેના મોટા ભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવી હતી, જે યુવાનનો આજે તેના ઘર પાછળ આવેલ 70 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા. માળીયા મીંયાના, જી. મોરબી, વાળા ગત તા. ૨૯/૧૧/૨૦૨૩ ના રોજ સવારના કોઈ પણ સમયે પહેલા કોઈ કારણસર ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ...