વાંકાનેરના ગારીયા ગામ નજીક વર્લી મટકા રમતા બે ઝડપાયા
મોરબી: વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ નજીક વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ નજીક હારજીતનો નશીબ આધારીત વર્લી મટકાનો જુગાર રમતા આરોપી જયસુખભાઇ ધરમસીભાઇ રોજાસરા( રહે-ગારીયાગામ તા-વાંકાનેર) તથા શૈલેષભાઇ મલાભાઇ રાતડીયા (રહે-વાંકાનેર શીપાઇ શેરી નંબર-૨ ) ને રોકડા રૂપિયા ૪૮૦૦ના મુદ્દામાલ માલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયા છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.