મોરબી; મતદાર યાદી સુધારણા કાર્યક્રમના ફોર્મ નં-૦૭માં ખોટા ફોર્મ રજુ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
મોરબી: મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં અરજી ફ્રોમ નંબર – ૭ ની ખરાઈ કરવા અને તેમાં ખોટા ભરાયેલા ફ્રોમ બાબત કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ નાયાબ કલેકટર અને મતદાર નોંધણી અધિકારીને રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાના કાર્યકર્મમાં આવલે ફ્રોમ ન. -૭ માં ઘણા ફ્રોમ ખોટી રીતે રજુ કરવામાં આવેલ હોવાનું ન્યુઝ પેપરમાં આવેલ છે. તો આવા આવેલ ફ્રોમ ન. ૭ રજુ કરનાર કોણ છે.? કોણે કેટલા ફોર્મ રજુ કરેલ છે? આમાં ખોટા ફ્રોમ ન.૭ રજુ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ યોગ્ય ખરાઈ કર્યા વગર જો નામ કમી કરવામાં આવશે તો જેતે ફોર્મ ન. ૭ રજુ કરનાર વ્યક્તિ તેમજ B.L.O સામે નામદાર કોર્ટ માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ જો તેમ છતા કાર્યવાહી કરવામાં નહી આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી ને લોક અંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.