મોરબી મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવા માટે ગૌશાળા( લીલાપર રોડ)ખાતે 10.5 MLD WTP બનાવવાનું કામ મંજુર
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા નવા પ્રોજેક્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે.
તે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટ કે જેમનું નિર્માણ ૧૯૭૧માં થયું હતું અને જે આજ દિન સુધી કાર્યરત હોય પરંતુ તે બિલ્ડીંગ બાંધકામ તંત્રની દૃષ્ટિએ ઘણી જર્જરિત હાલતમાં છે આ બાબતને ધ્યાને રાખતા મોરબી મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા હેડ વર્કસ ખાતે આવેલ ૧૦.૫ MLD ક્ષમતા ધરાવતા જૂના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) વિગતવાર સર્વે કરાવી DPR તૈયાર કરાવેલ તેમજ DPR ને સરકારમાં મોકલી આપેલ જે અંતર્ગત GMFB (ગુજરાત મ્યુન્સિપલ ફાઈનેન્સ બોર્ડ) ૧૦.૫ MLD WTP રકમ રૂ-૪.૯૪ કરોડની મંજુરી આપવામાં આવેલ તો હવે આગામી સમયમાં આ કામની ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી કામ ચાલુ કરાવવામાં આવશે જેમાં આધુનિક તકનીકી આધારિત ફિલ્ટર હાઉસ, પંપ હાઉસ તથા HT અને LT રૂમનું નિર્માણ કરવામાં આવશે
આ નવા પ્લાન્ટથી મોરબી શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે તેમજ શહેરના પરિવર્તનશીલ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું સાબિત થશે.