આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર સુમતિનાથ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી હરેશભાઇ જલાભાઇ ગઢવીના મકાનમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
