મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા
(૧)જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા,
(૨)કિશનભાઇ ઉકાભાઇ ટોયટા
(૩)કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલાને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૧૦,૩૫૦ કબ્જે કરવામાં આવી છે.ત્યારે પોલીસ દ્વારા જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
