મોરબીમાં કાલે બુધવારે વિવિધ વિસ્તારોમાં વીજ કાપ
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં તારીખ ૧૯/૧૧/૨૦૨૫ બુધવારના સમય ૦૭:૦૦ થી ૧૫:૦૦ સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસાયટી.
તેમજ મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં તારીખ ૧૯ નવેમ્બર બુધવાર ના રોજ ૬૬ કેવી ઘૂંટું ૧ સબસ્ટેશન માં મેન્ટેનન્સ કરવાની કામગીરી હોવાથી વિજપુરવઠો બંધ રાખવામાં આવશે
જ્યારે પીપળી જેજીવાય ફીડર સવારે ૦૮ થી બપોરનાં ૦૪ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. ઉપર ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.