અભ્યાસ સિવાયની અવનવી અન્ય અઢળક કામગીરીમાં અટવાયેલા અધ્યાપકો
ઉનાળુ વેકેશન પૂરું થયું અને શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થયું એને હજુ દોઢ માસ જેટલો સમય થયો છે,એમાંય એક અઠવાડિયું બીપરજોય વાવાઝોડામાં ગયું માંડ પચીસ દિવસ જેટલું શિક્ષણ કાર્ય થયું છે,એમાંય વળી યોગની તાલીમ,બાલવાટિકાની તાલીમ, યોગ દિવસની ઉજવણી, U Dise+ ની દરેક વિદ્યાર્થીઓની 74 જેટલી માહિતી ઓનલાઈન ભરવાની કામગીરી, નિપુણ ભારત અંતર્ગત બેઈઝ લાઈન સર્વેની કામગીરી, વિદ્યાર્થીઓના વ્યક્તિગત પ્રશ્નવાઈઝ ઓનલાઈન અપલોડની કામગીરી, આધાર ડાયસ CTS માં દરેક વિદ્યાર્થીઓની 74 જેટલી માહિતી ફરીથી ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી, કલાઉત્સવ, પર્યાવરણ જાળવણી માટે વૃક્ષા રોપણની કામગીરી, શિક્ષકોને સોંપાયેલ ફ્લડ કન્ટ્રોલની કામગીરી વિદ્યાર્થીઓને ડીફથેરિયાની રસી મુકાવવી, શિષ્યવૃતિ દરખાસ્ત તૈયાર કરવી, વગેરે અભ્યાસ સિવાયની અવનવી અઢળક અન્ય કામગીરીમાં અધ્યાપકો અટવાયેલા છે ત્યાં ચૂંટણી પંચ દ્વારા 21 જુલાઈથી 21 ઓગષ્ટ 2023 સુધી એક માસ માટે શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોતરી દેવાયા છે જેમાં તમામ બીએલઓને ડોર ટુ ડોર ફરી ફરીને એપ્લિકેશન ઓપન કરી, કુટુંબના દરેક સભ્યો વિરવેખેર હોય, વસ્તી ગણતરી જેમ દરેક વ્યક્તિના નામ એક કુટુંબમાં ભેગા કરવા દરેક બીએલઓને એવરેજ 1000 વ્યક્તિઓ આવતા હોય તમામનું વેરિફિકેશન કરવું,આ કામગીરી ખુબજ જટિલ છે, દરેક બીએલઓ જે તે વ્યક્તિ ઘરે જય એની ગૂગલ મેપમાં ટ્રેકિંગ થતું હોય છે, ઘણી વખત સાઈટ ચાલતી નથી, સરકારી કામગીરી માટે શિક્ષકોએ પોતાનો મોબાઈલ પોતાનો ડેટા વાપરવો પડે છે. વળી આ કામગીરી શાળા સમય બાદ કરવાની હોય, શિક્ષક સવારે નવ વાગ્યા પછી જ મતદારની ઘરે જઈ શકે,શિક્ષકોને 10.30 વાગ્યે તો શાળાએ પહોંચવાનું હોય છે અને સાંજે 5.30 વાગ્યે ઘરે આવે સાંજે પણ 7.00 વાગ્યા સુધી જ મતદારોની ઘરે જઈ શકાય આમ દિવસના માત્ર અઢી કલાક જ મળે એમાં આવડી મસમોટી કામગીરી કેવી રીતે કરવી? એ બાબતે બીએલઓ શિક્ષકો મુંઝાયા છે, અને આ બધું શિક્ષણના ભોગે અને બાળકોના શિક્ષણના ભોગે થઈ રહ્યું હોય આમાં ક્યાંથી શિક્ષણ સુધરે? શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્ત કરતા ન હોય વિદ્યાર્થીઓનું શિક્ષણ નબળું રહે અને અધિકારીઓ શાળાની મુલાકાતે આવે અને પછી પાછા નોટિસો આપે અને લખે શિક્ષકો સળેલું શિક્ષણ આપી રહ્યા છે આ પરિસ્થિતિમાં બાપળો બનેલો બિચારો બનેલો ઘર ઘર ધક્કા ખાતા શિક્ષકને ખબર નથી પડતી કે પોતે શિક્ષણ વિભાગનો કર્મચારી છે કે અન્ય વિભાગનો ?
હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુધ્ધ હળવદ તાલુકાના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના...
મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી જોઈએ છે તે અંગે મોરબી મહાનગરપાલિકા અને નેતાઓને જણાવવા માટે મોરબીના સરદાર બાગ ખાતે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વિષય પર વક્તૃત્વ...