મોરબીમાં સૌ પ્રથમ વખત વિંગ્સ આઇ.વી.એફ. હોસ્પિટલ દ્વારા ” IVF (ટેસ્ટ ટ્યુબ બેબી)” અંગે તેમજ “સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી સકાય” જેવા વિષયો પર લોકોને માહિતગાર કરવા માટેનો સેમિનાર યોજાશે.
સૌરાષ્ટ્ર – કચ્છનું પ્રથમ નંબરનું એડવાન્સ અને આધુનિક આઇ.વી.એફ.(ટેસ્ટ ટ્યુબ બેબી) સેન્ટર ” વિંગ્સ આઇ.વી.એફ. દ્વારા મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત વ્યંધત્વથી પીડાતા દર્દીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓને IVF નિષ્ણાંત ગાયનેક ડૉ. સંજય આર.દેસાઈનું માર્ગદર્શન મેળવી શકશે.
આ સેમિનારમાં લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓ , એકથી વધુ બાર IUI માં નિષ્ફળતા મેળવેલ દર્દીઓ, એકથી વધુ વાર ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર છતાં નિષ્ફળ રહ્યા હોઈ તેવા યુગલો, માસિક બંધ થઈ ગયું હોઈ તેવી સ્ત્રીઓને પણ વૈજ્ઞાનિક ધોરણે સંતાન પ્રાપ્તિ, મોટી ઉંમર કે નીચા AMHમાં પણ પોતાના જ સ્ત્રી બીજ ઉપર મહત્વ જેવા વિષયો પર IVF નિષ્ણાંત ડૉ. સંજય આર. દેશાઈ(MD ગાયનેક) દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રની લીડિંગ હોસ્પિટલ પાયલ મેટરનિટી હોમ ના નિષ્ણાંત ડૉ. અમિત અકબરી દ્વારા “એડવાન્સ ટેકનોલોજી અને મોડર્ન હોસ્પિટલ” અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.
તેમજ ગુજરાતના એડવાન્સ અને આધુનિક આયુર્વેદા સેન્ટર “રેડસ્ટોન આયુર્વેદ સેન્ટર” ના નિષ્ણાંત ડૉ. પ્રતીક્ષા દેસાઈ દ્વારા “સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી શકાય” તે અંગે માહિતગાર કરવામાં આવશે.
આ સેમિનારમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો અને ફોર્મ ભરી નિષ્ણાંત ડોક્ટરના માર્ગદર્શન નો લાભ મેળવો.
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી, એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા નો-ડયુ ચાર્જની વસુલાત કરવામાં આવે છે તે યોગ્ય કરવા માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને રજૂઆત કરી ખેડૂતોને હિતાર્થે ઘટીત કાર્યવાહી કરવા માંગ કરી.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી...
મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ - પ્રાણાયામ ધ્યાન
મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત હોય છે, એમાંય વળી પોલીસ તરીકેની ફરજ ખુબજ આકરી હોય છે, પોલીસના જવાનો પોતાની ફરજના કારણે સમયસર જમી શકતા નથી,સમયસર ઉંઘ લઈ શકતા...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો અને હોસ્પિટલોમાં સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૯ એપ્રિલ થી ૦૪ મેં સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૩ હોસ્પિટલમાં ૪૮ હેલ્થકેર સ્ટાફને, શાળા પૈકી ૦૩ શાળા ૪૩૦ સ્ટાફને હોટલ પૈકી ૦૩ હોટલ ના...