Sunday, May 25, 2025

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ખાતે એક જ પરિવારની એક માતા અને બે પુત્રીનો સામુહિક આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માતા અને બે પુત્રીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર શહેર નજીક આવેલા ભાટીયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે, જેમાં બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હાલ બનાવની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 19) અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 23) નામની માતા અને બે પુત્રીઓએ આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર