વાંકાનેરના નવાપરા વાસુકીદાદા મંદિર પાસે યુવાનની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ પર જતા આરોપી ૧). સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ૨). ઋત્વિક જગદીશભાઈ કોળી, ૩). અનિલ રમેશભાઈ કોળી, ૪). વિશાલ સુરેશભાઈ વિજવાડિયા (રહે.ચારેય નવાપરા) અને ૫). કાનો દેગામા (રહે. વિશીપરા)એ ત્રણેય મિત્રોને ઘેરી મારમારી આરોપીઓએ ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો ઉંડો ઘા કરી દેતાં યુવાન ઢળી પડ્યો હતો.
જે બાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, જેથી હાલ આ બનાવવામાં વાંકાનેર સિટી પોલીસે મૃતક યુવાનના પિતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાની ફરિયાદ પરથી પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.