મોરબીમાં Women Empowerment મેગા કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન
મોરબી શહેરમાં કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી દ્વારા આયોજિત Women Empowerment Mega Camp આજે ઉત્સાહભેર અને બહોળી ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં મોરબી શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મવિશ્વાસ, સુરક્ષા, સ્વાસ્થ્ય, જાગૃતિ અને સર્વાંગી સશક્તિકરણ આપવાનો રહ્યો.
આ કેમ્પ દરમિયાન મનીષભાઈ અગ્રાવત દ્વારા બહેનોને Self-Defence ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં રોજિંદી પરિસ્થિતિઓમાં પોતાના બચાવ માટે જરૂરી ટેકનિક્સ શીખવવામાં આવી. ત્યારબાદ મોરબી જિલ્લા પોલીસ – Superintendent of Police (SP) કચેરીમાંથી PSI વ્યાસ દ્વારા ડિજિટલ સુરક્ષા, સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો વિષયક મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને બહેનો દ્વારા ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજદીપભાઈ પરમાર દ્વારા મહિલાઓના અધિકાર અને સામાજિક જાગૃતિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય વિષયક સેશનમાં પંચકર્મ હોસ્પિટલમાંથી ઉપસ્થિત ડૉ. હિરલબેન અને ડૉ. મમતાબેન દ્વારા બહેનોને રસોડામાંથી જ નાની-મોટી બીમારીઓ માટે ઘરેલું ઉપાયો અને સ્વાસ્થ્ય સંભાળ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી.
કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિ તરીકે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરી દેવી, જેઓ મોરબીમાં આવેલ આશ્રમનું સંચાલન કરે છે અને જેમના ગુરુ ભાવનેશ્વરી માતાજી છે, તેમણે પોતાની હાજરીથી કાર્યક્રમને ગૌરવ અપાવ્યો. તેમણે ઉપસ્થિત પ્રેરણાદાયી બહેનોનું સન્માન કરી બહેનોને આશીર્વાદ અને પ્રેરણા આપી. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર 15 પ્રેરણાદાયી બહેનોનું સન્માન કરવામાં આવ્યું, જેમણે પોતાના કાર્ય દ્વારા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે Kayapalat તરફથી તમામ બહેનોને વિશેષ ગિફ્ટ આપવામાં આવી, જેને બહેનો દ્વારા આનંદપૂર્વક સ્વીકારવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન તમામ બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દરેક ભાગ લેનાર બહેનને Participation Certificate પણ આપવામાં આવ્યું. તેમજ કાર્યક્રમના અંતે બહેનો દ્વારા આપવામાં આવેલા ફીડબેક ફોર્મ પરથી સ્પષ્ટ થયું કે આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓ માટે અત્યંત ઉપયોગી, પ્રેરણાદાયી અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા સાબિત થાય છે.
કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં પણ મહિલાઓ, બાળકો અને સમાજના સર્વાંગી વિકાસ માટે આવા જ માર્ગદર્શક અને જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આયોજક: કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી સંપર્ક: 99989 06800