Sunday, May 18, 2025

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહિલાઓને જીવનમાં સામાજીકરણની ભૂમિકા, કાયદાની જાણકારી તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ

 

મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા પટેલ સમાજની વાડી- સરવડ ગામ ખાતે મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન શીબીર/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજેશભાઇ બદ્રકિયા દ્વારા કાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વધુમાં તેમણે મહિલાઓ માટે કાયદો કેવી રીતે મદદરૂપ બની શકે તથા મહિલાઓ ક્યાંથી કાયદાકીય મદદ મેળવી શકે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી રક્ષણ અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા રક્ષણ અધિકારી તરીકેની ફરજો તથા આ કાયદા પ્રત્યે મહિલાઓ વધુ ને વધુ જાગૃત બને તે માટેની વિગતો આપવામાં આવી હતી. મહિલાઓના જીવનમાં સામાજીકરણની ભૂમિકા વિશે પણે તેમણે વિસ્તૃત સમજ આપી હતી.

મોરબી મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ મહિલા અને બાળ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ જેવી કે, વ્હાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના તથા વિભાગ દ્વારા ચાલતા વિવિધ કેન્દ્રો જેવા કે, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં સરવડ ગામ તથા આસપાસ ગામની મહિલાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર