Monday, January 26, 2026

વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મની ના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જર્મની ના નાગરીક કાર્લ સાયકલ પર વર્લ્ડ ટુર કરવા નિકળ્યા છે ત્યારે તેઓ ભારત માં કાશ્મીર થી કન્યા કુમારી સુધી ની સફર સાયકલ પર કરી રહ્યા છે. તેઓ ગુજરાત ના વિવિધ સ્થળો ની મુલાકાત લઈ મહારાષ્ટ્ર જવા રવાના થશે. કચ્છ થી સોમનાથ ની સફર કરતી વખતે તેઓ મોરબી જલારામ ધામ ના મહેમાન બન્યા હતા. તેમની સાથે તેમના ભારતીય ગાઈડ યુ.પી. ના આશીષ કુમાર જોડાયા હતા. મોરબી જલારામ ધામ દ્વારા તેઓની રહેવા-જમવા ની સમગ્ર વ્યવસ્થા કરવા માં આવી હતી. તેઓએ પૂ.જલારામ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા તેઓને પૂ.જલારામ બાપા ના જીવન ચરિત્ર તેમજ મોરબી જલારામ ધામ ના સેવાકાર્યો વિશે માહીતી આપવામાં આવી હતી. આ તકે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, અનીલભાઈ ગોવાણી, રાજભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓએ વિદેશી મહેમાન ને મહેમાનગતિ પ્રદાન કરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર