વિશ્વ યોગ દિવસ નિમિત્તે ” માનવતા માટે યોગ” ની ભવ્ય ઉજવણી કરાશે
મોરબી :- આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “માનવતા માટે યોગ” કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મનાન્ય વડાપ્રધાન તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યોગને માનવ જીવનનો એક મહત્વનો ભાગ માનતા હોય તેમજ યોગ જીવન માટે ખૂબ જરૂરી તેમજ ફાયાકારક છે. જેની જાગૃતિ માટે તેમજ “માનવતા માટે યોગ” કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવશે.
મોરબી ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, લીલાપર રોડ ખાતે સવારે ૬ વાગે વિશ્વ યોગ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવશે ઉપરાંત આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર તેમજ મહેન્દ્રભાઈ મુંજપરા (સાંસદ શ્રી,સુરેન્દ્રનગર), વિનોદભાઈ ચાવડા ( સાંસદ શ્રી, કચ્છ), મોહનભાઈ કુંડારિયા(સાંસદ શ્રી, રાજકોટ), પૂનમબેન માડમ( સાંસદ શ્રી,જામનગર), લલિતભાઈ કાગથરા( ધારાસભ્ય શ્રી, ટંકારા) ઉપરાંત મહંમદ પીરઝાદા, પરસોતમ સાબરિયા, પ્રવીણભાઈ મુચ્છડીયા આ કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારે આ વિશ્વ યોગ દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં જોડાવા માટે મોરબી વહીવટી તંત્રએ જાહેર જનતાને જોડાવવા માટે વિશેષ આમંત્રણ આપી છે.