કોઈ પણ ગુન્હા વગર યુવકને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખી એ ડિવિઝન પીએસઆઇએ માર માર્યો ?
મોરબીના એક યુવકને એ ડિવિઝન પીએસઆઇ દ્વારા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લઈ તેને માર માર્યો હોવાની ફરિયાદ આપી છે. ઉપરાંત આ બાબતે મોરબી જિલ્લા એસપી અને ડીઆઈજી ગાંધીનગરને પણ લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ભારૂભા લાલુભા ગઢવી એ એ ડિવિઝન પી.આઈ, મોરબી જિલ્લા એસપી અને ગાંધીનગર ડીઆઇજી ને લેખિતમાં ફરિયાદ આપી છે કે તેમના નાના ભાઈ રાજુભા લાલુભા ગઢવી કે જેઓ મોરબી મુકામે રહેતા હોય અને તેમના બંને હાથમાં ગાદી ઘસાઈ ગયેલ હોય જેથી તેઓ કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી તેનું ભરણ પોષણ પણ ફરિયાદી ભારૂભા કરતા હોય ત્યારે તેમનું ગુજરાન ચાલતું હોય એવામાં ગત તારીખ 13/6/2023 ના રોજ ફરિયાદીના ભાઈ રાજુભા સાંજના ૬:૦૦ – ૬:૩૦ વાગ્યાના અરસામાં લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસ પાસે ચાની દુકાને બેઠેલ હોય ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ભોચીયા સાહેબ, તેમજ તેમનો સ્ટાફ એએસઆઇ રાણા, હિતેશભાઈ આયર, ચકુભાઈ રબારી ત્યાં નદી પાસે આવી અને કંઈ તપાસ કર્યા વગર ફરિયાદીનો ભાઈ રાજુભાઈ જ્યાં બેઠા હોય ત્યાં આવી અને ફરિયાદીના ભાઈ રાજુભા સાથે વાત કરી ચારે અધિકારીઓ દ્વારા રાજુભાને બેફામ રીતે ઢીકાપટુનો માર મારેલ હતો.
ઉપરાંત તેમને કોઈ પણ જાતનો ગુનો જણાવ્યા વગર તેમજ કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર ફરિયાદીના ભાઈ રાજુભા ને પોલીસ સ્ટેશનને લઈ ગયા હોય જ્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે,”તારા વિસ્તારમાં દારૂનો ધંધો ચાલે છે તે અંગે તું અમને બાતમી કેમ નથી દેતો” અત્રે ઉલ્લેખનીય છે કે રાજુભાએ તેમને જણાવેલ કે તેમની પાસે આવી કોઈ માહિતી નથી ઉપરાંત તેમને દબાણ ન કરવા માટે જણાવેલ ત્યારે પીએસઆઇ ભોચીયા સાહેબ એકદમ ઉશ્કેરાઈ જઈ રાજુભાને પટ્ટા વડે જેમ ફાવે તેમ પગના તળિયે તેમાં સાથળના ભાગે પટ્ટા વડે માર મારવા લાગ્યા ઉપરાંત છાતી ના ભાગે ઢિંકા પાટુનો માર મારેલ હતો અને ત્યારબાદ તેમની સાથે રહેલ અન્ય પોલીસના માણસોએ જેમના નામ ઉપર દર્શાવ્યા છે તે લોકોએ પણ ઢિકા પાટુનો માર માર્યો હતો ત્યારે રાજુભા બેભાન જેવી હાલતમાં થઈ ગયા હોય ત્યારે અંદાજિત 8:30 થી 9: 00 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનની બહાર કાઢી મુકેલ હોય.
જ્યારે આ બાબતે રાજુભા ખૂબ ગભરાઈ ગયા હોય અને ઘરે જઈ સૂઈ ગયા હોય ત્યારે આ બનાવ અંગે કોઈને કહ્યું ન હોય ત્યારે રાત્રિના અંદાજે 11 થી 11:30 વાગ્યાના અરસા માં રાજુભાઈને ગભરામણ થવા લાગતા તેમના પરિવારના સભ્યોને જાણ કરતા તેમના દીકરા એ અમારા કૌટુંબિક સગા ભારતને જાણ કરતા ફરિયાદી ના ભાઈ રાજુભાને સારવાર માટે આયુષ હોસ્પિટલ લઈ ગયા હોય જ્યાં પ્રાથમિક સારવાર કરી એન્જોગ્રાફી કરેલ હોય અને ડોકટર એ જણાવેલ કે તેમને વધુ સારવાર ની જરૂર હોય જેથી તેમને રાજકોટ રિફર કરેલ હતા. ત્યારે ફરિયાદીના ભાઈને રાજકોટ ખાતે જામનગર રોડ ઘંટેશ્વર ખાતે આવેલ યુનીકેર હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હોય જ્યાં ડોક્ટર દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી બાદ રાજુભા ભાનમાં આવતા ફરિયાદીને બનેલ સંપૂર્ણ બનાવની જાણ કરી હોય.
જે બાબતે રજૂભા ના ભાઈ ભારુભા લાલુભા ગઢવીએ એ ડિવિઝન પી.આઈ, મોરબી જિલ્લા એસપી અને ડીઆઈજી ગાંધીનગર ને લેખિતમાં ફરિયાદ આપી હોય ત્યારે આ બનાવમાં જે અધિકારીઓ દ્વારા આ વ્યવહાર કરવામાં આવ્યો છે તેમના વિરુદ્ધ ત્વરિત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત ફરિયાદી તેમજ તેમના ભાઈ અને પરિવારને પોલીસ અધિકારીઓથી જીવનું જોખમ હોય તેમ જ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી તેઓને હાની પહોંચાડે તેમ જ તેમને કોઈ ગંભીર ગુનામાં ફિટ કરી દે તેવી તેવી સંભાવનાઓ ફરિયાદી અને તેમના પરિવારને લાગતા તેમને પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે ઉપરાંત તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના કે તેમના પરિવારને કોઈ પણ જાનહાનિ થશે તો તેમની જવાબદારી ઉપરોક્ત જણાવેલ ચાર પોલીસ અધિકારીઓની રહેશે.
આમ સંપૂર્ણ બનાવની લેખિત રજૂઆત મોરબી જિલ્લા એસપી ડીઆઈજી ગાંધીનગર અને એ ડિવિઝન પીઆઈને લેખિતમાં ફરિયાદ લેવા માટે રાજુભા ના ભાઈ ભારુભા લાભુભા ગઢવીએ કરી છે.