Tuesday, October 14, 2025

મોરબીમાં I20 કાર આપવાનું કહી યુવક સાથે 4.35 લાખની છેતરપીંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં રહેતા યુવકને આરોપીએ કાર ૨૪ કંપનીનું નામ આપી આઇ.૨૦ કાર આપવાનું કહી યુવકને વિશ્વાસમાં લઈ રૂપિયા ૪,૩૫,૦૦૦ નું આંગળીયુ કરાવી કાર ન આપી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૦૬મા રહેતા ખોડિદાસભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૩૨) એ આરોપી અર્પીતકુમાર પટેલ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોબાઇલ ફોનમા મે OLX એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હોય જેમા બપોરના સમયે હુ મારો મોબાઇલ ફોન જોતો હતો ત્યારે તેમા OLX એપ્લીકેશનમાં ફોર વ્હિલર ગાડી જુની ખરીદવા માટેની જાહેરાત આવતા જે જાહેરાત મે વાચી મારી પાસે ફોર વ્હિલર ગાડી ન હોય જેથી મે ગાડી ખરીદવા મેસેજ કરતા સામેથી કોલ આવેલ જેથી તે મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી વાત કરતા સામેથી વિમલભાઈ નામના વ્યક્તિએ મારી સાથે મોબાઇલ ફોનમા વાત કરી અને કહેલ કે અમારી પાસે હાલમા એક જુની આઈ.૨૦ ગાડી વેચવાની છે તેમ વાત કરેલ તેવી વાત ચીત થયેલ અને વિમલભાઈ ને ફોન કરતા તેઓએ કહેલ કે હળવદ રોડ રામકો સોસાયટી પાસે જીવરાજ ફાર્મ ખાતે આવેલ સેરા સ્ટોન નામના ટાઇલ્સ કટીંગના કારખાને ગયેલ ત્યાં એક સફેદ કલરની આઈ.૨૦ ફોર વ્હિલર ગાડી નં. GJ-36-L-7130 બતાવેલ જે ફોર વ્હિલર ગાડી અમોને પસંદ આવતા અમોએ ગાડીની કિંમત પુછતા વિમલભાઇએ રૂપીયા ૫,૫૦,૦૦૦/- કિંમત કરે લ જેથી મે તેઓને રૂપીયા ૪,૫૦,૦૦૦/- મા તમારે વેચાણ કરવાની હોય તો વાત કરજો તેમ વિમલભાઇ સાથે વાતચીત કરીને અમો આવતા રહેલ.

બાદમાં ફોન આવેલ અને કહેલ કે કાર ૨૪ કંપનીમાંથી અર્પીતકુમાર બોલુ છું તમને કાર પસંદ આવતી હોય કાર તમારે વિમલભાઈ પાસેથી ખરીદવાની છે જે બાબતે મારે વિમલભાઈ સાથે વાતચીત થઈ ગયેલ છે જેથી વિમલભાઈને ફોન કરતા તેમને કહેલ કે અર્પીત તેમને ક્રેટા કારમાં મોટું ડિસ્કાઉન્ટ આપવાનો છે જેથી મે મારી ગાડી તેઓને વેચાણ કરવાની વાતચીત કરેલ છે જેથી તમે હવે અર્પીતભાઈ કહે તે રીતે તેઓની સાથે વાતચીત કરી મારી પાસેથી ગાડી લઇ જજો તેવી વિમલભાઇએ વાત કરતા ફરીયાદી ત્યાથી પોતાના ઘરે આવતા રહેલ ત્યારબાદ આરોપીએ ફરીયાદીને ૪,૩૫,૦૦૦ નું વી પટેલ આંગળીયા મોરબી મારફત આંગળીયુ કરાવી લીધેલ અને વિમલભાઈએ કહેલ કે અર્પીતનો ફોન આવે એટલે કારની ચાવી તમને આપી દવ પરંતુ આરોપી અર્પીતે ફોન સ્વીચ ઓફ કરી દિધો અને ખોલ્યો નહીં અને વિમલભાઈએ કાર ન આપી આરોપી અર્પીતકુમારે ૪,૩૫,૦૦૦ નું આંગળીયુ કરાવી છેતરપીંડી કરાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર