હિરલ વ્યાસ વર્ષ – ૨૦૧૯માં GPSCમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહી મોરબી ‘જિલ્લા યુવા વિકાસ અધિકારી’નું પદ શોભાવી રહ્યા છે
વર્ષ: ૨૦૦૧ માં બાળ વયે રાષ્ટ્રપતિએ તેમને રાષ્ટ્ર્ર્રીય સ્તરે ‘બાલશ્રી એવો’ર્ડથી નવાજ્યા હતા તેમજ વર્ષ: ૨૦૧૯ માં જિલ્લામાં ‘શ્રેષ્ઠ મહિલા અધિકારી’ તરીકે સન્માનિત થયા
૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આપણી સંસ્કૃતિમાં સદીઓથી નારી શક્તિનું પૂજન થતું આવ્યું છે. ‘નારી તું નારાયણી’ કહીને સ્ત્રી શક્તિને દુર્ગાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. પરંતુ વચ્ચે અમુક સમયે એવો આવ્યો જ્યારે મહિલાઓ ઘરની ચાર દીવાલોમાં જ કેદ થઈને રહી ગઈ, અનેક અત્યાચારોનો ભોગ પણ બનવા લાગી. પરંતુ આજે સ્ત્રી શક્તિના આત્મવિશ્વાસ, સરકારની સંવેદના અને સહકાર તેમજ સમાજમાં મહિલાઓની બદલાતી જતી ભૂમિકા થકી નારી શક્તિ કોઈપણ ક્ષેત્રે પાછળ નથી. આજે કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં સ્ત્રી શક્તિએ પ્રભુત્વ નહીં મેળવ્યું હોય. મહિલા સશક્તિકરણનું આવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મોરબીના યુવા વિકાસ અધિકારી હિરલ અમીત વ્યાસ. વર્ષ ૨૦૧૮-૧૯ ની GPSCની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહીને તેમણે પોતાના વતન રાજકોટ, પરિવાર અને સમગ્ર સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું હતું. GPSCની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૧૯ થી તેઓ જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે મોરબીમાં કાર્યરત છે.
તેમના પિતા દિલીપભાઈ દવેને સંતાનમાં બે દીકરીઓ જેથી હિરલબેન અને તેમના બેન ભક્તિબેનનો ઉછેર ઘરમાં દીકરાની જેમ જ થયેલો. હિરલબેન નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા સાથે સાથે સંગીત અને રમતગમતનો પણ ખૂબ જ શોખ હતો. સમય જતા તેમણે સંગીતમાં જ વિશારદની પદવી મેળવી અને બેચલર ઈન પર્ફોર્મિંગ આર્ટ્સ પણ કર્યું. વર્ષ ૨૦૦૧ માં જુડોની રમતમાં રાષ્ટ્રકક્ષાએ તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તો બી.કોમ.માં પણ તેઓએ સમગ્ર યુનિવર્સિટીમાં રેન્ક મેળવ્યો છે. વર્ષ ૨૦૦૧ માં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણના હસ્તે સમગ્ર ભારતમાંથી તેમને ‘બાલશ્રી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. તો ૨૦૦૯ માં તેઓ ‘વિદ્યા રત્ન’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.
સરકારી કર્મચારી/અધિકારી તરીકે તેમની સફર શરૂ થઈ રાજકોટ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી જ્યાં તેમણે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી ઓડિટર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી આર.ટી.ઓ. કચેરી – રાજકોટ ખાતે પણ તેમણે ફરજ બજાવી છે. વર્ષ ૨૦૧૯ માં તેઓએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે GPSC ની પરીક્ષા પાસ કરી અને ત્યારથી હાલ મોરબીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકેની કામગીરી સુપેરે પાર પાડી રહ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં મોરબીના જિલ્લા કલેકટરના હસ્તે તેમણે શ્રેષ્ઠ મહિલા અધિકારી તરીકેનું સન્માન પણ મેળવ્યું છે. તેમણે યુવા વિકાસ અધિકારી તરીકે આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની અનેક કાર્યક્રમોની જવાબદારી બખૂબી નિભાવી છે.
તેમણે અંદમાન નિકોબાર ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય માધવપુરનો મેળો, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ, રાષ્ટ્રકક્ષા યુવક મહોત્સવ, જયપુર લોક રંગોત્સવ વગેરે જેવા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમણે સુપેરે પાર પાડ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આયોજિત થતો વસંતોત્સવ, મારી માટી મારો દેશ કાર્યક્રમ, ગુજરાત ગૌરવ દિવસ, વાઈબ્રન્ટ ગુજરાત વગેરે જેવા રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. જિલ્લાના કલા મહાકુંભ, યુવા ઉત્સવ, બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા અનેક શિબિરો વગેરેનું પણ તેમણે સુચારૂ આયોજન કર્યું છે. આમ તેમણે સાબિત કર્યું છે કે, મહિલાઓ ધારે તો કંઈ પણ કરી શકે છે.
નારી શક્તિએ સમાજમાં પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. આજે મહિલા નેતા બની રાજ્ય કે આખા દેશની જવાબદારી ઉઠાવી શકે છે, નારી શક્તિ સરહદ પર દુશ્મનોને ધૂળ ચટાડી રહી છે તો ગગનમાં વિમાન ઉડાવી ઊંચી ઉડાન ભરી રહી છે. IAS, IPS, IFS, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, નેતા, આર્મી, નેવી, એરફોર્સ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ આગવું સ્થાન મેળવ્યું છે.
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી...