હળવદના મેરૂપર ગામેથી યુવતી લાપતા
મોરબી: હળવદમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી યુવતી હળવદ તાલુકાના મેરૂપર ગામેથી લાપતા થઈ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરના વતની અને હાલ હળવદમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આશાકુમારી કાળુભાઇ વાઢેર (ઉ.વ.૪૦) ગત તા. ૩૦ -૦૮ – ૨૦૨૨ ના રોજ કોઇને ઘરે કહ્યા વગર હળવદ તાલુકાના મેરૂપર ગામેથી ક્યાંક જતા રહ્યા છે.
ગુમ થયેલ વ્યક્તિ શરીરે મજબુત બાંધો, રંગે ઘઉંવર્ણ, મોઢુ ગોળ, ઉચાઇ આશરે ૫, ફુટ જેટલી, આંખો કાળી, છે. જો કોઈ આવી વ્યક્તિ જોવા મળે તો હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.