મોરબીમાં યુવક અને તેના મિત્ર પર ચાર શખ્સોનો લોખંડના હથોડા વડે હુમલો
મોરબી: મોરબીના સામા કાંઠે કાવેરી સિરામિક પાસે શ્રી હરી કોમ્પ્લેક્ષમા યુવકની તથા આરોપીની બાજુબાજુમાં દુકાન હોય જેથી આરોપીએ યુવકને શામાન દુકાન પાસે નહી રાખવા બાબતે બોલાચાલી ઝપાઝપી કરી ગાળો બોલી યુવકને તથા તેના મિત્રને લાકડાના ધોકા, સળીયા, હથોડા જેવા હથીયાર ધારણ કરી આડેધડ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી ન્યુ હાઉસીંગ બોર્ડ એલ-૫૫૧ શનાળા રોડ પર રહેતા અને વેલ્ડીંગકામ કરતા વિરલભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા (ઉ.વ.૨૭) એ આરોપી ધનજીભાઈ પરમાર, કિરીટભાઇ ધનજીભાઈ પરમાર, ધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર, એક અજાણ્યો માણસ રહે. બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૦૭ -૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદી તથા આરોપીની બાજુબાજુમા દુકાનો હોય જેથી આરોપીઓએ ફરીયાદીને શામાન દુકાન પાસે નહી રાખવા બાબતે બોલાચાલી જપાજપી કરી ગાળો બોલી લાકડાના ધોકો, સળીયા, હથોડા જેવા હથીયાર ધારણકરી ફરીયાદી અને તેના મીત્રને આડેધડ મારમારી ફરીયાદીને શરીરે મુંઢ ઇજા કરી તથા મીત્રને જમણી આંખમા તથા ડાબા હાથની આંગળીમા ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિરલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.