મોરબીમાં યુવક પર છરી વડે હુમલો
મોરબી: મોરબીમાં માળિયા હાઈવે જનકપુરી સોસાયટીના નાકા પાસે યુવક તેના મિત્ર સાથે શખ્સ પાસે પૈસાની લેવડદેવડની વાતચીત કરવા જતા શખ્સે એકદમ ઉશ્કેરાઇને યુવક પર છરી વડે હુમલો કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા મેઇન રોડ હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા સુનીલભાઈ મનુભાઈ રાવા ઉ.વ.૨૫ વાળાએ આરોપી મનોજભાઇ સોલંકી રહે. જનકપુરી સોસાયટી મોરબી -૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૬-૨૦૨૩ ના રોજ ફરીયાદી તેના મિત્ર સાથે આ કામના આરોપી પૈસાની લેવડ દેવડની વાતચીત કરવા જતા આ કામના આરોપી એકદમ ઉશ્કેરાઇને ફરીયાદીને ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતે ફરીયાદીએ આમ કરવાની ના પાડતા આરોપીએ છરી વડે ફરીયાદીને ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સુનીલભાઈએ આરોપી મનોજભાઇ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.