Sunday, June 15, 2025

મોરબીમાં યુવક સાથે 35 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં યુવકની જાણ બહાર કોઈપણ રીતે ઈલેક્ટ્રોનિક માધ્યમથી યુવકના નેટબેંકીગ પાસવર્ડનો ઉપયોગ કરી યુવકના ખાતામાંથી ઓનલાઇન ફ્રોડ કરી ૩૫ લાખ રૂપિયા મેળવી લીધા હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ ૩૦૩, શુભ પેલેસ ઉમીયાનગર સોસાયટીમાં રહેતા આશિષભાઈ નરસિંહભાઇ સીતાપરા (ઉ.વ.૩૬) એ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદીનુ એચ.ડી.એફ.સી.બેંક મોરબી બ્રાન્ચમાં વીકોન કંપનીના નામનુ કરન્ટ એકાઉન્ટ તથા સી.સી. એકાઉન્ટ હોય જે એકાઉન્ટમાંથી એકાઉન્ટ ધારક (૧) આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪ વાળાએ રૂપીયા ૧૫૦૦૦૦૦/- તથા (ર)આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ વાળાએ રૂપીયા ૧૦૦૦૦૦૦/- તથા (૩) આઇ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ વાળાએ રૂપીયા ૧૦૦૦૦૦૦/- એમ કટકે કટકે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી ફરીયાદીની જાણ બહાર કોઇપણ રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કે ફરીયાદીના નેટબેકીંગ પાસવર્ડનો ઉપયોગ કરી ફરીયાદી સાથે ગુન્હાહીત વિશ્વસાધાત કરી કુલ રૂપીયા ૩૫૦૦૦૦૦/- ઓનલાઇન ફ્રોડ કરી મેળવી લીધા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર આશિષભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬, ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર