મોરબી: મોરબીના કાંતીનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજુભાઇ જગાભાઇ બાબરીયા ઉ.વ ૩૮ રહે. મોરબી કાંતીનગર ચાંબુડા કિરાણા સ્ટોરની બાજુમા વાળા ગત તા.૨૧-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે પોતાના રહેણાક મકાને ગળા ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
