મોરબી : મુળ જામનગર ના વતની એવા આરીફભાઈ રફાઈ ના પત્ની ફિઝાબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને ‘એ નેગેટિવ’ બ્લડ ની જરૂરિયાત ઉભી થતા ‘યુવા આર્મી ગ્રુપ’ નો સંપર્ક સાધ્યો હતો જેથી ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય શ્રી રાજેશભાઈ શેરસિયા દ્વારા રાત્રીના તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી ‘એ નેગેટિવ’ બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી
તેમજ રવાપર ગામના વતની એવા જગદીશભાઈ ચાવડા ના પત્ની હિરલબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને ‘એબી નેગેટિવ’ બ્લડ ની જરૂરિયાત ઉભી થતા ‘યુવા આર્મી ગ્રુપ’ નો સંપર્ક સાધ્યો હતો જેથી ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય શ્રી હરેશભાઈ ભુત દ્વારા રાત્રીના તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી ‘એબી નેગેટિવ’ બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી.
આવા ઈમરજન્સી જરૂરીયાત ના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા રાજેશભાઈ, હરેશભાઈ તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે જણાવી દઈએ કે બ્લડ ગ્રુપ ‘એ, બી, ઓ, એબી’ ને પોઝિટિવ અથવા નેગેટિવ મા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ બો ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ ‘એબી તથા એ’ નેગેટિવ હજારો મા ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડ ની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટ મા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.
યુવા આર્મી ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો.
પૈસા અને પોલિટીકલ નેતાના પાવરથી આ આરોપીઓ પૈકીના કેટલાક આરોપીઓ ગમે તેને ગમે ત્યારે બદનામ કરી શકે છે!
બે-ચાર દિવસ અગાઉ મોરબીના સુભાષનગરમાં પ્રૌઢના ઘરે જઈને ૨૩ જેટલા શખ્સોએ ગાળા ગાળી કરી અને પ્રૌઢ તથા તેના ભાઈ સાથે ઝપાઝપી કરી પરિવારને બદનામ કર્યો હતો જેની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન...
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂ/બીયરના કિં રૂ. ૧,૧૪,૭૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૧,૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી માળિયા હાઈવે...