Thursday, November 27, 2025

મોરબીમાં યુવકને બે મહિલાઓએ લાકડી વડે ફટકાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પંચાસર રોડ પર આવેલ નાની કેનાલ રોડ સનરાઈજ વીલામા બે મહિલાઓ યુવકના ઘરે જઈ યુવકના માતા પિતા સાથે બોલાચાલી કરી ઝગડો કરી ગાળો આપતાં હોય તેવામાં યુવક તના દિકરા સાથે ઘરે આવતા આરોપીઓએ યુવકની કાર પર લાકડી મારી તથા યુવકને લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ નાની કેનાલ સનરાઈઝ વીલા સી/૧૦૧મા રહેતા અને નોકરી કરતા ધિરેનભાઈ ભુદરભાઈ માકાસણા (ઉ.વ.૩૬) એ આરોપી નીશાબેન રાજેશભાઇ દફતરી તથા રાજેશ્રીબેન રાજેશભાઇ દફતરી રહે. બંને અરૂણોદયનગર જૈનદેરાસરની સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીના માતા-પિતા સાથે બોલાચાલી ઝગડો કરી ભુંડી ગાળો આપતા હોય તેવામાં ફરીયાદી તેમના દિકરા સાથે ઘરે આવતા આરોપીએ ફરીયાદીની કાર ઉપર લાકડી મારતા ફરીયાદી કારમાંથી નીચે ઉતરતા ફરીયાદીને લાકડી વડે માર મારવા લાગતા ફરીયાદી લાકડી પડાવવા જતા ધક્કો લાગતા આરોપી નીશાબેન નીચે પડી જતા એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદી સાથે ઝપાઝપી કરી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને શરીરે મુઢ ઇજા કરેલ હોય તેમજ આરોપીઓએ ફરીયાના માતા-પિતા સાથે બોલાચાલી ઝગડો કરી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને તથા પક્ષાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર