હળવદમાં યુવકને મહિલા સાથે મિત્રતા રાખવી પડી ભારે
હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા યુવકને આરોપીની પત્ની સાથે મિત્રતા હતી જે બાબતનો ખાર રાખી યુવકને પાંચ શખ્સોએ દ્વારા લોખંડના સળિયા, ધોકા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં અશ્વિનભાઈ રામજીભાઈ સુરાણી (ઉ.વ.૨૫) એ આરોપી લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયા, પિન્ટુભાઈ કરમશીભાઈ ખાંભલીયા, રાજેશભાઈ કરમશીભાઈ ખાંભલીયા, નરોતમભાઈ જગાભાઈ રાવળદેવ, લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયા નાઓના કાકા રહે.બધા હળવદ ભવાની નગર ઢોરામા તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીની પત્ની સાથે મિત્રતા હતી. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લોખંડના સળિયા તથા ધોકા વડે મારમારી મોબાઈલ ફોન તોડી નાખી ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.