Tuesday, May 26, 2026

અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને નોઇડાથી મોરબી પોલીસે શોધી કાઢ્યા 

મોરબી: સગીરવયની દિકરીના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને નોઇડા (યુપી)થી મોરબી સીટી એ ડીવીજન પોલીસે શોધી કાઢ્યા.

ગઇ તા.૭/૧/૨૦૨૩ ના રોજ ફરીયાદી એ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે તેમની સગીરવયની દિકરીને સંજય ચંદનસિંહ યાદર રહે.બડાગાવ જસરાના ફીરોદાબાદ (યુપી) વાળો લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઇ ગયેલ હોય જેથી આ બાબતે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો જેની તપાસ દરમ્યાન આરોપી તથા ભોગબનનાર છોકરી નોઇડા (યુ.પી) ખાતે હોવાની હયમુન સોર્સસથી તેમજ ટેકનીકલ માધ્યમ થી ચોકક્સ બાતમી મળેલ હોય જેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસની એક ટીમ બનાવી દિલ્હી તેમજ નોઇડા (યુ.પી) ખાતે મોકલતા નોઇડા થી ભોગબનનાર સગીરવયની છોકરી તથા સંજય શ્રીચંદનસિંહ પાલ રહે.ભેડીબડાગાંવ તા.જસરાના જી.ફીરોજાબાદ (યુ.પી) વાળો આરોપી મળી આવતા તેઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img