મોરબી: તાજેતરમાં અમદાવાદમાં શટલર એકડમી ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં જીબીએ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં કાવ્યા મારવાનીયાએ અંડર 15 કેટેગરીમાં સતત પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા તેઓની ગુજરાત ટીમ તરફથી પસંદગી થતા તેઓ 15 ડિસેમ્બરથી ઓડીશા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. મોરબીના પંક્તિ મારવાનીયા અને અમુલ ચૌહાણે પણ આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવો કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ બધા ખેલાડીઓ સ્કાય બેડમિન્ટન (+91 9727280091) એકેડેમીમાં તાલીમબદ્ધ થયા છે તેથી એકેડેમી ખૂબ ગૌરવ અનુભવે છે. અને ભવિષ્યમાં વધુને વધુ ખેલાડીઓ મોરબીનું નામ રોશન કરે તે માટે કટિબધ્ધ છીએ. તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા કમો હાસ્યની રમઝટ બોલાવશે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન...
એક અજાણ્યો પુરૂષ ઉવ-આશરે ૪૦ થી ૫૦ વાળાની લાશ મોરબી ૦૨ મહેન્દ્રનગર ચોકડી પાસે હળવદ તરફ જતા રસ્તા પાસે હાર્ટ એટેક આવી જતા મરણ જતા જે મરણ જનારની લાશનુ પોસ્ટ મોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામા આવેલ હોય જેને શરીરે આછો ભુખરો કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ...
મોરબી "વિના સહકાર નહીં ઉધ્ધાર"સહકાર અને સહકારીતા થકી જ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ છીએ ત્યારે.. મોરબી ગ્રામ્ય શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં ચૂંટણી યોજાયેલ.આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયેલ જેમાં નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા આજ રોજ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળેલ હતી.
આ...