અમદાવાદ સાબરમતી જેલમાંથી છુટી છેલ્લા સાત મહીનાથી ફરાર થયેલ આરોપી ઝડપાયો
મોરબી: અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ચોરીના ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા સાત મહીનાથી ફરાર થયેલ આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને જેલ ફરારી/પેરોલ રજા, વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબી સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ શહેર સરખેજ પોલીસ સ્ટેશનનો એ પાર્ટ આઇ.પી.સી. કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે કાચા કામના કેદી તરીકે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં રહેલ આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ હરીલાલ સારેસા ઉ.વ. ૩૩ રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી વાળાને હાઇ પાવર કમીટી દ્વારા કોવીડ-૧૯ અંતર્ગત તા.૧૭/૦૧/૨૦૨૨ ના રોજ છોડવામાં આવેલ હોય જે આરોપીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનુ હોય પરંતુ આરોપી હાજર થયેલ નહી અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હોય જે આરોપી ટંકારા લતીપર ચોકડી ખાતે ઉભેલ હોવાની બાતમી મળતા સ્ટાફ સાથે તપાસ કરતા આરોપી મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવી પોલીસ જાપ્તા હેઠળ આરોપીને અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા અંગેની કાર્યવાહી હાથ ઘરેલ છે.