અમદાવાદમાં ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો
મોરબી: અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશનના તથા ઓઢવ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નાઓએ આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી નાઓએ સુચના કરેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓએ પોલીસ ઈન્સપેક્ટર હળવદ નાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા સાથેનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ગ ને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે બાતમીના આધારે હળવદ પંચમુખી ઢોરા વિસ્તાર માંથી અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ-૩૭૯,૧૧૪ તથા અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનના આઇ.પી.સી.કલમ-૩૭૯,૧૧૪,૪૧૧ મુજબના કામના નાસતા ફરતા આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા ઉ.વ.૨૫ રહે. પંચમુખી ઢોરો, પેલી શેરી, હળવદ તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.