મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ આજે કાળી પટ્ટી પહેરીને બ્લેક ડે ઉજવીને વિરોધ નોંધાવ્યો હતો
ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે જોડાયેલા છે.તેના આદેશાનુસાર જુની પેન્શન યોજના ના અમલ માટે આજરોજ કાળી પટ્ટી ધારણ કરી ફ૨જ બજાવેલ હતી.જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનો તેમજ તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો કાળી પટ્ટી પહેરી બ્લેક ડેની ઉજવણી કરી હતી અને પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...