Tuesday, June 24, 2025

ખનીજ ચોરીના ખેપિયા પર સ્ટેટ મોનીટરીંગ સેલના હળવદમા દરોડા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક જગ્યાઓ પર ચાલતી ગેરીતિઓ પકડી પાડવામાં આવે છે. સ્થાનિક ખાણ ખનીજ વિભાગને અને સ્થાનિક તંત્રની ઢીલી નીતિ હોવાના અનેક ઉદાહરણો પુરા પાડવામાં આવતા હોય છે. ત્યારે આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે. મોરબીના હળવદમાં ચાલતી ખનીજ ચોરી પર જેમાં ખનીજ ચોરીનો મોટો જથ્થો ઝડપાયો છે.

હળવદ : રેત માફિયાઓ માટે સ્વર્ગ ગણાતા હળવદ પંથકમાં ગઈકાલ મોડી સાંજ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમો ત્રાટકી હોવાનું અને ચાડધ્રા નજીકથી રેતી ચોરી કરતા સાતથી આઠ જેટલા હિટાચી મશીન અને અનેક આઈવા ડમ્પર ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં વર્ષોથી સફેદ સોના સમાન ભોગાવો રેતીની બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા અવાર નવાર દરોડા પાડવા છતાં રેતમાફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મેસેજ અને જિલ્લા સેવાસદનમાં ખાણ ખાણીજ વિભાગની ટિમો ઉપર વોચ ગોઠવી ઊલટા ચોર કોટવાલકો દાંટે ઉક્તિ મુજબ ખુલ્લે આમ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે મોડી સાંજ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ રેત માફિયાઓ ઉપર રીતસરની ધોસ બોલાવવામાં આવી હતી.

વધુમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગઈકાલે હળવદ તાલુકાના ચાડધ્રા નજીક દરોડા પાડવામાં આવ્યા હતા અને નદીના કોતરમાં રેતી ચોરી કરતા સાતથી આઠ જેટલા હિટાચી મશીન અને અનેક આઈવા ડમ્પર કબ્જે કરવામાં આવતા રેત માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચાલુ અઠવાડિયામાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલ આજી – 3 ડેમમાં કરવામાં આવતી રેતીચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું ત્યારે હળવદ પંથકમાં વર્ષોથી ઘુડખર અભયારણ્યમા ઘૂસણ ખોરી કરી કરવામાં આવતી રેતી ચોરી મામલે સપાટો બોલાવતા હાલ તુર્તતો રેતમાફિયાઓમાં સન્નાટો વ્યાપી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર