ગુજરાત સરકાર આયોજિત યુવા ઉત્સવ-૨૦૨૨ માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થિની પ્રથમ ક્રમે વિજેતા
મોરબી: ગુજરાત સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે યોજાયેલ હતો.
આ પ્રોગામમાં નિબંધ સ્પર્ધામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની અઘારા તન્વી પ્રથમ ક્રમાંકએ વિજેતા થઈને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.
આ સાથે નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થીની રાજપરા ચેલ્સીએ નિબંધ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો છે.
વિજેતાઓને સંસ્થાના પ્રમુખ. ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા. બંને વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.